Connect Gujarat
ગુજરાત

આજે ૩૧ મેં એટલે કે વર્લ્ડ નો તમાકુ ડે, ભરૂચ ખાતે ૧૦ ફૂટની સિગરેટને અપાઇ જાહેરમાં ફાંસી

આજે ૩૧ મેં એટલે કે વર્લ્ડ નો તમાકુ ડે, ભરૂચ ખાતે ૧૦ ફૂટની સિગરેટને અપાઇ જાહેરમાં ફાંસી
X

ભરૂચ શહેરના પાંચબતી સર્કલ ખાતે ૧૦ ફૂટ ઊંચી ૫ જેટલી સિગરેટને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી, તેમજ તમાકુ થી દુર રહેવા અંગેના સંદેશા આપવામાં આવ્યા હતા.

ભરૂચ ખાતે OPAL કંપની અને જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા "વર્લ્ડ નો તમાકુ ડે" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન જાગૃતિ અર્થે એક રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તમાકુ થી થતા રોગ અને તેનાથી શરીરને નુકશાન અંગે જાગૃતિનો સંદેશો આપશે. સાથે જય અંબે શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા વર્લ્ડ નો તમાકુ ડે નિમિત્તે સિગ્નેચર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં તમાકુ સામે જાગૃતિ અર્થેના પ્લે કાર્ડ પકડી તેમજ સ્લોગનો બોલી લોકો વચ્ચે તમાકુ સામે જાગૃતિ અર્થના સંદેશા આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચના પ્રથમ નાગરિક તેમજ ઓપેલ કંપની અને જય અંબે સ્કૂલના પ્રતિનિધિઓ સહીત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story