Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગ ખાતે પાણીની ટાંકીનો ઉપયોગ જ નહીં, તો તેના નિર્માણ અંગે લોકમુખે વ્યાપક ચર્ચાઓ શરૂ

ભરૂચ : નેત્રંગ ખાતે પાણીની ટાંકીનો ઉપયોગ જ નહીં, તો તેના નિર્માણ અંગે લોકમુખે વ્યાપક ચર્ચાઓ શરૂ
X

ભરૂચ જીલના નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૨૦-૨૫ વર્ષથી ૩ પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ લોકોને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષો પહેલા ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ દ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં, જુના નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળીયા ખાતે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે. જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં વર્ષ ૨૦૦૨થી પાણી ભરવામાં આવ્યું નથી, ત્યારે ગાંધીબજાર વિસ્તારના ડબ્બા ફળીયા સહિત જુના નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી. હાલ ત્રણેય પાણીની ટાંકીની હાલત અત્યંત જર્જરિત થતાં સિમેન્ટના પોપડા નીકળતા તેમાંથી સળીયા નીકળેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેથી પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી થઇ હોવાની ગ્રામજનોમાં આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે આ ટાંકી ગમે ત્યારે તૂટી પડવાની પણ ગ્રામજનોમાં દહેશત જણાઇ રહી

Next Story