Connect Gujarat

ભરૂચ : બોર્ડની ઉત્તરવહીઓ રઝળતા મળવાના કિસ્સામાં કડક કાર્યવાહીની NSUIની માંગ

ભરૂચ : બોર્ડની ઉત્તરવહીઓ રઝળતા મળવાના કિસ્સામાં કડક કાર્યવાહીની NSUIની માંગ
X

રાજકોટના ગોંડલ હાઇવે પરથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રઝળતી મળવાના કિસ્સામાં જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચમાં એનએસયુઆઇને તંત્રવાહકોને રજૂઆત કરી છે.

તાજેતરમાં જ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. જે તે વિષયની ઉત્તરવહીઓ હાલ જે તે કેન્દ્ર ખાતે તપાસવા માટે મોકલવામાં આવી રહી છે. બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના એક કેન્દ્ર પરથી ઉત્તરવહીઓ રાજકોટના વિરપુર ખાતે મોકલવામાં આવી રહી હતી. દરમિયાન ગોંડલ હાઇવે પરથી કેટલીક ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. આ ઘટના બાદ એનએસયુઆઇએ શિક્ષણ વિભાગની બેદરકારી સામે મેદાનમાં આવ્યું છે. ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. એનએસયુઆઇના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓનું મોરલ તુટી જાય છે અને તેમના ભવિષ્ય સામે ખતરો ઉભો થાય છે.

Next Story
Share it