Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ વૃધ્ધાનો બે પુત્રો સાથે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ

ભરૂચઃ વૃધ્ધાનો બે પુત્રો સાથે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ
X

સંપત્તિનો હક્ક મેળવવા માટે વૃધ્ધાએ કલેક્ટર કચેરી સામે શરૂ કર્યા ઉપવાસ

ભરૂચમાં એક વૃધ્ધાને પુત્રએ હક્ક જમાવેલી સંપત્તિનો કબ્જો સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો. છતાં સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના પગલે વૃધ્ધાને સંપત્તિનો કબજો નહીં મળતાં કાયદાનું પાલન કરાવવા માટે વૃધ્ધાએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું છે. ગત રોજ વૃધ્ધાએ આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરતાં આજરોજ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બે પુત્રો સાથે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપર પોલીસ તહેનાત હોવાથી વૃધ્ધાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ભરૂચના કોઠીરોડ નજીક લાલબજાર ગલીયારવાડના મકાન નંબર બી/૧૭૧૭માં એકસમયે પરિવાર સાથે રહેતા ચંન્દ્રકલાબેન મોહનલાલ સોનીને પુત્રો સાથે અણબનાવ થતા તેમણે પોતાના પુત્રો સામે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ કોર્ટમાં કેસ કરી પોતાની મિલ્કતમાં પ્રવેશ અને કબ્જાની માંગ કરી હતી. દરમિયાન ચંદ્રકલાબેનના બે પુત્રો અખીલેશ અને ઘનશ્યામ માતાની પડખે ઉભા રહ્યા હતા. જયારે સંજય નામના પુત્રએ માતાને પેન્શન મળે છે તેથી તે કોઇ હકદાવાને અધિકારી નથી તેવી ફરીયાદ કરી હતી. જેમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ ભરૂચ કોર્ટે માતા ચંદ્રકલાબેનની તરફેણમાં તેમને તેમની મિલ્કત(દુકાન)નો કબ્જો સોંપવાનો હૂકમ કર્યો હતો.

ગત તા.૧૬/૮/૨૦૧૮નો હૂકમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં અખાડા કરતા હોવાનું નજરે પડતા તા.૨૮મીના રોજ નિરાશ બનેલ ચંદ્રકાલાબેને પોતાની મિલ્કત સામે જઈ તેમના ઓટલે બેસી આત્મવિલોપન કે આત્મહત્યા કરી લેવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે હજી સુધી વૃધ્ધાને ન્યાય નહીં મળતાં આખરે કાયદાનું ભાન કરાવવા માટે તેઓ પોતાનાં બે પુત્રો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા. તેમણે અહીં ઉપવાસ આંદોલન હાથ ધરી મિલ્કતનો કબજો મળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

Next Story
Share it