Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પાલેજ નજીક હાઈવે ઉપર સર્જાયો અકસ્માત, ડ્રાયવર કેબિનમાં જ ફસાયો

ભરૂચઃ પાલેજ નજીક હાઈવે ઉપર સર્જાયો અકસ્માત, ડ્રાયવર કેબિનમાં જ ફસાયો
X

એચપી ગેસનાં સિલિન્ડર ભરેલી ટ્રકનાં ચાલકે કાબુ ગુમાવતાં આગળ ચાલતા વાહનમાં ભટકાયો

પાલેજ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરથી આજરોજ એચપી ગેસનાં સિલિન્ડર ભરેલી ટ્રકને અકસ્માત નજ્યો હતો. ટ્રકનાં ચાલકે કાબુ ગુમાવતાં આગળનાં વાહનમાં જઈને ભટકાતાં ટ્રકની કેબિનનો ખુરદો બોલી ગયો હતો. જેના કારણે ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો.

ભરૂચ- પાલેજ વચ્ચે આવેલી કરગટ ચોકડી પાસેથી આજરોજ એચપીનાં ગેસ સિલિન્ડર ભરેલો એટ ટ્રક પસાર થઈ રહ્યો હતો. ટ્રકનો ચાલક કિરણ ચંદુભાઈ રાઠોડ માર્ગ ઉપરથી પસાર થતાં કોઈ કારણોસર સંતુલન નહીં રહેતા આગળનાં વાહનમાં જઈને ભટકાયો હતો. જેના પગલે કેબિનના ભાગનો ખુરદો બોલી જતાં ડ્રાયવર કિરણ કેબિનમાં જ ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે વાહન ચાલકો અને સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેમણે ડ્રાયવરને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બાદમાં 108ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

Next Story