Connect Gujarat
ગુજરાત

ભરૂચ પાલિકા દ્વારા ૨૦૦ જેટલા ઝુપડા અને જર્જરીત મકાનોને અપાઇ નોટીસ, જાણો કેમ ?

ભરૂચ પાલિકા દ્વારા ૨૦૦ જેટલા ઝુપડા અને જર્જરીત મકાનોને અપાઇ નોટીસ, જાણો કેમ ?
X

ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી શહેરમાં કોઇ અનીચ્છનીય બનાવો ના બને તેની તકેદારીના ભાગ રૂપે ભરૂચ નગર પાલીકાએ શહેરના જર્જરીત મકાનોના માલીકોને નોટીસ ફાળવવાની કામગીરી હાથધરી છે.

આ અંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કનેકટ ગુજરાત સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, ભરૂચ શહેરની ભૌગોલિક પરિસ્થીતી જોતા ઘણાં મકાનો અને ઝુંપડાઓ ટેકરા ઉપર તો ઘણાં મકાન અને ઝુંપડાઓ ખુબ જ નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. જેમાં ૨૦૦ થી ૨૩૦ જેટલા જુના અને જર્જરીત મકાનોને તેઓ દ્વારા નોટીસ આપવામાં આવી છે અને હજુ અન્ય મકાનો ઝુંપડાઓને નોટીસો આપવાનું ચાલુ છે.

આ નોટીસ પાઠવવાનો મુખ્ય હેતુ એ જ છે કે હાલ જૂન મહીનો શરૂ થઈ ગયો છે અને ચોમાસુ બેસવાની તૈયારી છે ત્યારે ચોમાસામાં આ જર્જરીત મકાનો, ઝુંપડા ધરાશાહી થવાના બનાવો બની જાન હાની ના થાય તેની સાવચેતીના ભાગ રૂપે તમામ જર્જરીત મકાનો અને ઝુંપડાઓને નોટીસ પાઠવવામાં આવી છે.

Next Story