Connect Gujarat
Featured

ભરૂચ : જાહેરમાં ગંદકી ફેલાવનારને પાલિકાએ ભણાવ્યો પાઠ

ભરૂચ : જાહેરમાં ગંદકી ફેલાવનારને પાલિકાએ ભણાવ્યો પાઠ
X

તો બીજી તરફ પાલિકા કમિશનરે વેરા વસૂલાત અંગે કરી ચર્ચા

પાલિકા કમિશનરે વેરા વસૂલાત અંગે ભરૂચ નગરપાલિકાની મુલાકાત લીધી હતી. જેમાં વેરા વસૂલાત અંગે લોકોને જાગૃત થવા ખાસ સૂચન કર્યું હતું. તો બીજી તરફ કોરોના વાયરસના ફેલાવાને રોકવા સરકારે જારી કરેલ એડવાઇઝરી પ્રમાણે ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનારા લોકો સામે 2200 રૂપિયાના દંડની વસૂલાત કરીને લોકોને સ્વચ્છતા અંગેનો પાઠ ભણાવ્યો હતો.

પ્રાદેશિક નગર પાલિકા કચેરીઓના કમિશનર ક્ષિપ્રા અગ્રેએ ભરૂચ અને આમોદ નગર સેવા સદનની મુલાકાત લીધી હતી. જેમાં વેરા વસૂલાતને લઈને લોકોને વેરો ભરવા જાગૃત થવા અંગે ખાસ સૂચન કર્યું હતું. ઉપરાંત હાલ દુનિયાભરમાં વકરી રહેલા કોરોના વાયરસને પહોચી વળવા કયા કયા પ્રકારની સાવચેતી રાખવી તે મુદ્દે નગરપાલિકાના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

તો બીજી તરફ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ફેલાવાને રોકવા રાજ્ય સરકારે તત્કાલ બેઠક યોજી વિશેષ માર્ગ દર્શન અને આદેશ જાહેર કર્યા હતા. સ્વચ્છતા રાખવા હેલ્થ ડિપાર્ટમેન્ટ, સેનેટરી ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગ સફાઈ ઝુંબેશમાં લાગ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ મહામારી સામે એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સફાઈ અંગે આગમચેતીના પગલા સાથે જાહેરમાં થૂંકનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવા માટે કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 2200 રૂપિયાનો દંડ વસુલ કરીને સ્વચ્છતા નહીં રાખનારા લોકોને નગરપાલિકા દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે.

Next Story