Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પાલિકાનાં વોર્ડ નંબર - 8માં સમાવિષ્ટ ડભોઈયાવાડમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું માથાનો દુઃખાવો

ભરૂચઃ પાલિકાનાં વોર્ડ નંબર - 8માં સમાવિષ્ટ ડભોઈયાવાડમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું માથાનો દુઃખાવો
X

આગામી 23 તારીખે અહીં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ

ભરૂચ નગર પાલિકા દ્વારા આજરોજ સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરંતુ પશ્ચિમ વિસ્તારનાં લોકોનો આક્ષેપ છે કે માત્ર રથ કાઢવાથી અને દેખાડાઓ કરવાથી કોઈ મતલબ નથી. કારણ કે ભરૂચનાં મોટા ડભોઇયાવાડ, ફાટા તળાવ નાળા પાસે છેલ્લા 4 મહિનાથી ગંદા પાણી ભરાઈ રહેતાં હોવાની અનેક વખત પાલિકામાં સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે. છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="75776,75777,75778,75779,75780,75781,75782,75783,75784,75785"]

ભરૂચનાં વોર્ડ નંબર - 8માં સમાવિષ્ટ ફાંટા તળાવ વિસ્તારમાં આવતા મોટા ડભોઈયા વાડ તરફ આવવા માટેનો રસ્તો ગંદા પાણીથી ખદબદે છે. ત્યારે ભરૂચ મહદવિયહ સમાજ દ્વારા આ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ અહીં આવવા માટેનાં પ્રવેશ દ્વાર સમા ગરનાળામાંથી પસાર થતાં માથું ફાટી જાય તેવી ગંદકીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સમૂહ લગ્નમાં નવ દંપતિને આશિર્વાદ આપવા માટે રાજ્ય અને રાજ્ય બહારથી પણ મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે. સાથે ધારાસભ્ય પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગને ધ્યાનમાં લઈને સ્થાનિક લોકો તથા આયોજકોએ ભરૂચ નગર પાલિકામાં છેલ્લા એક મહિનાથી દરરોજ ધક્કા ખાઈને રજૂઆથ કરી રહ્યા છે. છતાં કોઈ પણ અધિકારી દ્વારા આ તરફ ધ્યાન આપતું નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. દરેક વખતે ખાલી વાયદા જ કરવામાં આવે છે.

આગામી તારીખ ૨૩/૧૨/૨૦૧૮ ના રોજ ડભોયાવાડ ખાતે સમુહ લગ્ન યોજાવાનો છે. ગુજરાત બહાર થી પણ મહેમાનો આવવાના હોય સાફ સફાઈની ખાસ જરૂર હોવાનું સ્થછાનિકો માંગ કરી રહ્યા છે. ફાટા તળાવ નાળા માંથી કોઈ પણ વ્હિકલ નિકળી શકે તેવી સ્થિતિમાં નથી. એજ એકમાત્ર રસ્તો છે જે ડભોયાવાડમાં આવવા જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી સ્થાનિકોની માંગ છે કે, સ્વચ્છતા રથ શરૂ કરી માત્ર દેખાડા કરવા કરતાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી કરવામાં આવે.

Next Story