Connect Gujarat
Featured

ભરૂચ : ખાનગી શાળા 25% ફી માફીના કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનો વાલીઓનો આક્ષેપ, જાણો શું છે મામલો..!

ભરૂચ : ખાનગી શાળા 25% ફી માફીના કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનો વાલીઓનો આક્ષેપ, જાણો શું છે મામલો..!
X

ભરૂચની કેટલીક ખાનગી શાળાઓ નિયમ કરતા વધુ ફી વસુલતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા 25% ફી માફીના કાયદાનું ઉલ્લંઘન થતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનો વિવાદ વધુ વકર્યો છે. સરકાર દ્વારા લાદવામાં આવેલ 25% ફી માફીના નિયમનું ખાનગી શાળા ઉલ્લંઘન કરી રહી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભરૂચની કેટલીક ખાનગી શાળા દ્વારા શૈક્ષણિક ફીમાં 25% ફી માફી કરવાના બદલે કુલ શાળા ફી પર 25% ફી માફી સાથે વાલીઓને રાહત આપવામાં આવી રહી છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે વાલીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 માસથી વાલીઓ કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખાનગી શાળા સંચાલકો વધુ ફી ઉઘરાવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવતો નથી. હાઇકોર્ટના હુકમ બાદ સ્કૂલ ફી નક્કી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બહાર વાલીઓએ દેખાવો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Next Story