Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જગતનો તાત લાલઘુમ, એક મહિનામાં સમસ્યાઓનો હલ લાવવા આપી તંત્રને મહેતલ

ભરૂચ : જગતનો તાત લાલઘુમ, એક મહિનામાં સમસ્યાઓનો હલ લાવવા આપી તંત્રને મહેતલ
X

ભરૂચ જિલ્લામાંથી પીસીપીઆઇઆરને રદ કરવા સહિતની માંગણીઓનું એક મહિનામાં નિરાકરણ નહિ આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળના નેજા હેઠળ ખેડૂતોએ કલેકટરને આવેદન આપી તેમની રજૂઆતો કરી હતી.જિલ્લામાં લાગુ કરેલી પીસીપીઆઇઆર યોજનાને નાબૂદ કરવા, ખેતી પંચની રચના કરવામાં આવે, લેન્ડ લુઝર્સને રોજગારી આપવામાં આવે ,ખેડૂતોને નહેરનું પાણી સમયસર મળે,પાક નુકશાની વળતર ચુકવવામાં આવે સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ખેડૂતોની સમસ્યા નું નિરાકરણ એક મહિનામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોની જાગૃતિ માટે નીકળેલી ખેડૂત ચેતના યાત્રાનું પણ સમાપન કરાયું હતું. જેમાં ગુજરાતના ખેડૂત આગેવાન સાગર રબારી સહિતના આગેવાનોએ હાજર રહી ભરુચના ખેડૂતોને તેમની લડતમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

Next Story