Connect Gujarat
Featured

ભરૂચ : માસ્ક નહિ પહેરનારાઓ કરાયો 200 રૂ નો દંડ, જુઓ પાલિકા કેમ સફાળી જાગી ?

ભરૂચ : માસ્ક નહિ પહેરનારાઓ કરાયો 200 રૂ નો દંડ, જુઓ પાલિકા કેમ સફાળી જાગી ?
X

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 400ને પાર કરી જતાં પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. શનિવારના રોજ પાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી માસ્ક નહિ પહેરનારા વેપારીઓ તથા ગ્રાહકોને દંડ ફટકાર્યો હતો.

ભરૂચ જીલ્લામાં કોરોના ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.ત્યારે લોકોમાં સાવચેતી અને જનજાગૃતિ આવે તે હેતુથી ભરૂચ નગર પાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં માસ્કના સંદર્ભમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે અને માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી 200 રૂપિયાનો દંડ લેવાનું રાજય સરકારે નિયત કર્યું છે. ભરૂચમાં માસ્કના સંદર્ભમાં પાલિકા અત્યાર સુધી આંખ આડા કાન કરતી હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

છેલ્લા એક સપ્તાહમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓમાં જે પ્રકારે વધારો થયો તે જોતાં પાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે. શનિવારના રોજ વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરીને 50થી વધુ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા 200 રૂપિયાના દંડની સામે મફતમાં માસ્ક આપે તેવી પણ માંગ લોકો કરી રહયાં છે.

Next Story