Connect Gujarat
Featured

ભરૂચ : રવિવારની રજામાં નર્મદા નદીમાં સ્નાના માટે લોકો ઉમટયાં, જુઓ પછી શું થયું

ભરૂચ : રવિવારની રજામાં નર્મદા નદીમાં સ્નાના માટે લોકો ઉમટયાં, જુઓ પછી શું થયું
X

ભરૂચ નજીક નર્મદા નદી ના ઘાટો બંધ કરાતા મનન આશ્રમ નજીક લોકોના સ્નાન માટે ટોળા ઉમટી પડયાં હતાં. આ સ્થળે પાણી ઉંડા હોવાથી જાનહાનિ થવાનો ભય હોવાથી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલાએ દોડી આવી લોકોને વિખેરી નાંખ્યાં હતાં…

ભરૂચ જીલ્લા માં કોરોના ના ભય ના પગલે નર્મદા નદીના કિનારે આવેલાં કેટલાય ઘાટો લોકોની અવરજવર માટે બંધ કરાયા છે.છતાં પણ નીલકંઠેશ્વર નજીકના મનન આશ્રમના અવાવરું જગ્યાએથી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકો ઉમટી પડયાં હતાં. આ સ્થળે પાણી ઉંડા હોવાથી લોકો ડુબી જાય તેવો ખતરો રહેલો છે. .જેના કારણે સ્થાનિકો એ પોલીસ કાફલા ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકો ને વેર વિખરે કર્યા હતા. માર્ચ મહિનાથી કોરોના વાયરસના સંક્રમણ બાદ નર્મદા નદીના કિનારે આવેલાં ઘાટોને બંધ કરી દેવાયાં છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં ડેમના ગેટ ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. આવામાં અજાણ્યા સ્થળોએ સ્નાન કરવું જોખમી બની શકે છે.

Next Story