Connect Gujarat
Featured

ભરૂચ : લોક ડાઉન માટે હવે લોકો ટેવાયા, માત્ર ખરીદી માટે નીકળે છે બહાર

ભરૂચ : લોક ડાઉન માટે હવે લોકો ટેવાયા, માત્ર ખરીદી માટે નીકળે છે બહાર
X

કોરોના વાયરસના કારણે 21 દિવસના લોક ડાઉનના નવમા દિવસે પણ ભરૂચ શહેરમાં કરફયુમય માહોલ જોવા મળી રહયો છે. પોલીસની કડક કાર્યવાહી વચ્ચે હવે લોકો માત્ર ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી રહયાં છે.

જનતા કરફયુ બાદથી ભરૂચ શહેર અને જિલ્લામાં લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે. સૌથી પહેલા ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ જાહેરનામુ બહાર પાડી 31 મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને સમગ્ર દેશમાં 21 દિવસના લોક ડાઉનની જાહેરાત કરી દીધી હતી. છેલ્લા નવ દિવસથી લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે. નવ દિવસ બાદ હવે લોકોને પણ લોક ડાઉનની આદત પડી ગઇ હોય તેમ લાગી રહયું છે. બીજી તરફ પોલીસ પણ લોકડાઉનના કડક અમલ માટે ડ્રોન કેમેરાની મદદ લઇ રહી છે. કામ વગર બહાર નીકળનારા લોકોના 250 કરતાં વધારે વાહનો ડીટેઇન કરી લેવાયા છે જયારે અનેક લોકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યાં છે. બીજી તરફ પહેલી એપ્રિલથી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજ આપવામાં આવી રહયું છે. સેવાભાવી સંસ્થાઓ સ્લમ વિસ્તારોમાં ભોજન વિતરણ કરી ગરીબ લોકોને મદદરૂપ થઇ રહી છે. લોક ડાઉનના 10 દિવસ દરમિયાન ભરૂચમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સરળતાથી મળી રહેતી હોવાથી હજી સુધી કોઇ મોટી સમસ્યા બહાર આવી નથી. ભરૂચના કલેકટર એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ જિલ્લામાં નોંધાયો નથી.

Next Story