Connect Gujarat
Featured

ભરૂચ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જન જન પરેશાન, જુઓ શું કહ્યું વાહન ચાલકોએ

ભરૂચ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જન જન પરેશાન, જુઓ શું કહ્યું વાહન ચાલકોએ
X

પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે ત્યારે દરેક વર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ ડીઝલમાં થતો ભાવ વધારો અંકુશમાં લેવા લોકો કેન્દ્ર સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે અને બન્ને ઈંધણના ભાવમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે જેનાથી દરેક વર્ગની હાલત કફોડી બની છે. કારમી મોઘવારીના સમયમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ પડ્યું છે. ભરૂચમાં પેટ્રોલનો આજનો ભાવ પ્રતિલિટરે 88.11 રૂપિયા રહ્યો હતો તો ડિઝલનો પ્રતિલિટરનો ભાવ 87.56 રૂપિયા રહ્યો છે જેનાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજયમાં હાલ ચૂંટણીનો માહોલ છે એવા જ સમયે પેટ્રોલ ડિઝલનો ભાવ નિરંકુશ થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં તો પેટ્રોલ ડીઝલના ભાવે સેન્ચુરી વટાવી છે ત્યારે પત્રેઓલ ડીઝલના વધતાં ભાવને અંકુશમાં લાવવા કેન્દ્ર સરકાર પગલા ભરે એવી માંગ કરી રહ્યા છે.

Next Story