Connect Gujarat
ગુજરાત

વગુસણા નજીકના રિલાયન્સ પેટ્રોલપંપની ઓફિસમાંથી રોકડા રૂપિયા બે લાખ ઉપરાંતની થઈ ચોરી

વગુસણા નજીકના રિલાયન્સ પેટ્રોલપંપની ઓફિસમાંથી રોકડા રૂપિયા બે લાખ ઉપરાંતની થઈ ચોરી
X

તિજોરીમાં મૂકેલા ડીઝલ-પેટ્રોલ વેચાણના રોકડા રૂપિયા ૨,૨૪,૭૦૦ ચોરી કરી તસ્કર ફરાર

ભરૂચ તાલુકાના વગુસણા ગામ નજીક આવેલા રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપની ઓફિસનું કોઈ અજાણ્યા ચોર ઈસમે તાળુ ખોલી તિજોરીમાંથી રોકડા રૂપિયા ૨,૨૪,૭૦૦ ની ચોરી કરી પલાયન થઇ જતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગતરાત્રીના ભરૂચ તાલુકાના વગુસણા ગામ નજીક આવેલા રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપની ઓફિસના દરવાજાનું કોઈ અજાણ્યા ચોર ઇસમે તાળુ ખોલી અંદર પ્રવેશ્યો હતો.અને દિવાલ સાથે બનાવેલા ચાવીના બોક્સમાંથી ચાવીઓ લઈ એકાઉન્ટ રૂમમાં મુકેલી સેફ તિજોરીનું તાળું ખોલી સેફ તિજોરીમાં મૂકેલા ડીઝલ - પેટ્રોલ વેચાણના રોકડા રૂપિયા ૨,૨૪,૭૦૦ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે સંદર્ભે પેટ્રોલ પમ્પ પર ઓપરેટર તરીકે ફરજ બજાવતા શ્યામભાઇ મુકુંદરાય દેસાઇ રહે. સૂર્યનારાયણ સોસાયટી ભોલાવ, ભરૂચનાઓએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story