Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજની ફિલાટેક્ષ કંપની તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાનના સહયોગથી જરૂરિયાતમંદોને કરાયું રાશન કીટનું વિતરણ

ભરૂચ : દહેજની ફિલાટેક્ષ કંપની તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાનના સહયોગથી જરૂરિયાતમંદોને કરાયું રાશન કીટનું વિતરણ
X

લોકડાઉનના કારણે બેરોજગાર બનેલા લોકોને તેમજ જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને ભરૂચના દહેજ સ્થિત ફિલાટેક્ષ કંપની તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થાના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન દરમ્યાન રોજ લાવી રોજ ખાનારાઓની હાલત કફોડી બની છે, ત્યારે તેઓને મદદરૂપ થવાના આશયથી ભરૂચની ચંદુલાલ છાત્રાલય ખાતે દહેજની ફિલાટેક્ષ કંપનીના સૌજન્યથી ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોનો સર્વે કર્યા બાદ વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. ફિલાટેક્ષ કંપનીના સંચાલકો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, બેચર રાઠોડ સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં કીટોનું વિતરણ કરતા વિધવા મહિલાઓના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી.

Next Story