Connect Gujarat
Featured

ભરૂચ : મારામારીના કેસમાં પીઆઇએ લીધો હોસ્પિટલ સત્તાધીશોનો ઉઘડો, જુઓ શું છે ઘટના

ભરૂચ : મારામારીના કેસમાં પીઆઇએ લીધો હોસ્પિટલ સત્તાધીશોનો ઉઘડો, જુઓ શું છે ઘટના
X

ભરૂચમાં મારામારીની ઘટના બાદ ઘવાયેલો યુવાન ગ્લુકોઝની બોટલ ચઢાવેલી હાલતમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવાનની હાલત જોઇ પીઆઇએ હોસ્પિટલ સત્તાધીશોને ફોન કરી તેમનો ઉઘડો લઇ નાંખ્યો હતો.

બનાવની પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ગતરોજ મોડીરાત્રીએ બાયપાસ ચોકડી પાસે સિગરેટના ધુમાડા બાબતે બે યુવાનો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં મહંમદ રબ્બાની નામના યુવાને તૌસીફને ચપ્પુ મારી દીધું હતું. તૌસીફને સારવાર માટે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલના સંચાલકોએ પોલીસને જાણ નહિ કરતાં તૌસીફ હાથમાં ગ્લુકોઝની બોટલ સાથે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો.યુવાનની ઇજા અંગે હોસ્પિટલ સત્તાધીશોએ જાણ નહિ કરતાં પીઆઇએ તેમનો ઉઘડો લઇ નાંખ્યો હતો.

પટેલ વેલ્ફેર હોસ્પિટલના સંચાલકોએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, રાત્રિના સમયે ટોળુ એકત્ર થઇ ગયું હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વર્ધી આપવામાં વિલંબ થયો હશે.

જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં બનેલી ઘટના સંદર્ભમાં બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story