Connect Gujarat
ગુજરાત

ભરૂચ: મનુબર ચોકડી નજીક ચાલતું ગેર કાયદેસર કોલ સેન્ટર ઝડપાયું : ૭ ની અટકાયત

ભરૂચ: મનુબર ચોકડી નજીક ચાલતું ગેર કાયદેસર કોલ સેન્ટર ઝડપાયું : ૭ ની અટકાયત
X

ભરૂચ SOGએ રૂપિયા.૬,ર૧,ર૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચના મનુબર રોડ પર અહમદ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ગેરકાયદેસ ચાલતું એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે અમદાવાદના રહેવાસી ૭ જેટલા ઈસમોને ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ આધારભુત બાતમી આધારે, મનુબર ચોકડીથી મનુબર ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ અહમદનગર સોસાયટીના મકાન નં-બી/૨૪૪/૧૪/ર માં અમદાવાદના રહીશ આશીફખાન યુસુફખાન પઠાણ તેના માણસો પગારથી રોકી મકાનમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી અને લોન ઇચ્છુક અમેરીકન નાગરીકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃતિ કરતા હતા.

પોલીસને મળેલ બાતમીના આધારે તા.૧૮/૦ર/૧૯ ના રોજ સફળ રેઇડનું આયોજન કરી બાતમીવાળા અહમદનગર સોસાયટીના મકાન નં-બી/ર૪૪/૧૪/ર પર છાપો મારતા આશીફખાન યુસુફખાન પઠાણ રહે મુળ અમદાવાદ તથા તેના મદદગાર સાગરીતો બીજા ૬(છ) મળી કુલ-૭ આરોપીઓને પકડી પાડવા સાથે પોલીસે કોલ સેન્ટર ચલાવવા માટેન સાધન સામગ્રી પૈકી લેપટોપ નંગ-૯, મોબાઇલ નંગ-૮, એક્ષટેન્શન બોર્ડ નંગ-પ, રાઉટર નંગ-૩ પ્લાસ્ટીકના ટેબલ નંગ-૩ પ્લાસ્ટીકની ખુરશી નંગ-૬ તથા અંગઝડતીના રોકડા રૂપિયા તેમજ હુંડાઇ કંપની સફેદ કલરની આઇ-૨૦ મોડલની ફોરવ્હીલ ગાડી નં. GJ-27- K- 463 મળી કુલ કિંમત રૂપિયા.૬,ર૧,ર૭૦/- નો મુદ્દામાલ પકડી પાડી ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે. માં ગુનો દાખલ કરાવી હતી. આ ગુનાની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચના PI કરી રહ્યા છે.

Next Story