Connect Gujarat
Featured

ભરૂચ : શીતલ સર્કલ પાસે ત્રણ યુવાનોની બેગ પોલીસે તપાસી, વાંચો બેગમાંથી શું મળ્યું

ભરૂચ : શીતલ સર્કલ પાસે ત્રણ યુવાનોની બેગ પોલીસે તપાસી, વાંચો બેગમાંથી શું મળ્યું
X

ભરૂચ શહેરના શીતલ સર્કલ ઉપર સી ડીવીઝન પોલીસનો સ્ટાફ માસ્ક તેમજ ટ્રાફિકના નિયમની અમલવારી માટે ફરજ ઉપર હતો. દરમિયાન ત્રણ યુવાનોની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેમને અટકાવી બેગની તલાશી લેતાં તેમાંથી 14 મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં. આ તમામ ફોન ચોરીના હોવાનું માનવામાં આવી રહયું છે.

ભરૂચ જીલ્લા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી વાઘેલા નાના માર્ગદર્શન મુજબ પીઆઇ ડી . પી. ઉનડકટ સર્વેલન્સ સ્ટાફ સાથે શીતલ સર્કલ ખાતે વાહન ચેકીંગની સઘન કામગીરી હાથ ધરી હતી.

દરમ્યાન 3 યુવાન શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસે ની બેગ માથી અલગ – અલગ કંપનીના મોબાઇલ 14 મોબાઇલ કિ.રૂ 1.38 લાખના મળી આવ્યા હતા. તમામ મોબાઇલો ચોરી છળ – કપટથી લાવેલ હોવાનું જણાઇ આવતા C.R.P.C કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરાયા હતા.૪૧ ( ૧ ) ડી મુજબ પકડાયેલ આરોપી વસીમ હનીફભાઇ શેખ, આસીફ ઉર્ફે અસફાક અસરફ શાહ અને બિલાલ અબ્દુલ રસીદભાઇ સૈયદનો સમાવેશ થાય છે.

Next Story