Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જરૂરિયાતમંદો માટે પોલીસ હેડ કોન્સ્ટેબલે આપ્યું પોતાના પગારનું યોગદાન, લોકોએ કરી સરાહના

ભરૂચ : જરૂરિયાતમંદો માટે પોલીસ હેડ કોન્સ્ટેબલે આપ્યું પોતાના પગારનું યોગદાન, લોકોએ કરી સરાહના
X

ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા પોતાના એક મહિનાના પગારનું યોગદાન આપી જરૂરિયાતમંદો માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોને 2 ટાઈમ જમવાનું મળી રહે તે માટે ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પાટીલે પોતાનો એક મહિનાનો 32 હજાર જેટલો રજા-પગાર સાથેનો પગાર ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકો કે, જેમને 2 ટાઈમ જમવાની વ્યવસ્થામાં મુશ્કેલી પડી રહી છે. તેવા જરૂરિયાતમંદો માટે જમવાની વ્યવસ્થા કરી લોકસેવાનું સુંદર કાર્ય કર્યું છે.

ભરૂચ પોલીસ લોકડાઉનના સમયે પણ કોરોના મહામારી વચ્ચે તમામ લોકોની સુરક્ષા સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહી છે, ત્યારે એ' ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પાટીલ દ્વારા જરૂરિયાતમંદો માટે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં તેમના દ્વારા થયેલ સુંદર કાર્યની સરાહના સાથે લોકોએ ખૂબ બિરદાવ્યું હતું.

Next Story