Connect Gujarat
Featured

ભરૂચ: લોકડાઉનમાં ખડેપગે ફરજ બજાવે છે પોલીસ, જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓની સેવાને બિરદાવી

ભરૂચ: લોકડાઉનમાં ખડેપગે ફરજ બજાવે છે પોલીસ, જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓની સેવાને બિરદાવી
X

સમગ્ર ભારતમાં કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે ઉભા રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપી તેમની સેવાને બિરદાવી હતી.

સમગ્ર ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ લોકડાઉન અને કલમ 144નું કડકાઇથી અમલ કરાવી રહી છે. પરંતુ શહેરના કેટલાક વિસ્તારમાં લોકો કોઈને કોઈ બહાના હેઠળ બહાર ફરવા નીકળી જતાં હોય છે. જેના કારણે ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે ઘણી વાર ચકમક પણ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ શહેરના દરેક પોલીસ પોઈન્ટ પર ફરજ નિભાવી રહેલા પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને બિટીઇટીના જવાનો સાથે મુલાકાત કરી હતી.

જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓને પોતાની સેફટી જાળવવી, માસ્ક અને સેનેટાઈઝર પોતાની સાથે રાખવા સહિતની માહિતી આપી હતી. વધુમાં તેઓએ બહાના હેઠળ બહાર નીકળતા લોકો સાથે પ્રેમથી વાત કરી સમજવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સરકારની ગાઈડ લાઈન મુજબ અપાતા સસ્તા અનાજની દુકાનો પર પણ સોસીયલ ડિસ્ટન્ટ જાળવી ભીડ ભાડ ન થાય તે માટે પણ ભરૂચની જનતાને અપીલ કરી હતી.

Next Story