Connect Gujarat
ગુજરાત

જૂના ભરૂચમાં સાંસદ પર પ્રવેશ પ્રતિબંધ બેનરો ભાજપીઓએ ફાડતા સર્જાયું શાબ્દીક યુદ્ધ

જૂના ભરૂચમાં સાંસદ પર પ્રવેશ પ્રતિબંધ બેનરો ભાજપીઓએ ફાડતા સર્જાયું શાબ્દીક યુદ્ધ
X

ભરૂચ સહિત ગુજરાતમાં ચુંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ચુંટણી જંગમાં કોણ ઉમેદવારી કરશે તે હજુ નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. તેવા સંજોગોમાં જૂના ભરૂચના લોકો દ્વારા તક સાધુ સાંસદ જો જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પ્રવેશ કરશે તો જુતાનો હાર પહેરાવવામાં આવશેની જાહેરાત કરતા બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો હતો.જે બેનરો ભાજપા દ્વારા ફાડી નંખાતા બંન્નેવ પક્ષના કાર્યકરો આમનેસામને આવતા શાબ્દીક તડાફડી સર્જાવા પામી હતી.જો કે અંતે કોર્પોરેટરો સહિતના અદના નેતાઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.જૂના ભરૂચના રહીશો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રજાને જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાયાના આક્ષેપ સાથે તમને અમારા વિસ્તારનો રસ્તો ત્યારે જ યાદ આવે છે જયારે ચૂંટણી આવે છે.દર પાંચ વર્ષે કામ થશેની આશા રાખી મત આપીએ છીયે પણ હવે અમે છેતરાશું નહિં કે ભરમાશું નહીં,તમારે પણ અમારા વિસ્તારમાંથી મતની અપેક્ષા રાખવી નહીં. સાથે સાથે જો જુના ભરૂચમાં ચૂંટણીના પ્રચાર અર્થે પ્રવેશ કરાશે તો તેમને જુતાનો હાર પહેરાવશે તેવી ચિમકી સાથે બેનરો લગાવી સ્થાનિકો તેમજ કોંગી આગેવાન નીખીલ શાહે વિરોધ નોંધાવ્યો હતો.

જેને આર.ટી.આઇ.એક્ટીવિસ્ટ અને સામાજીક કાર્યકરા દ્વારા વખોળી અને ભાજપના કાર્યકરો સાથે મળી આજે આ બેનરો ફાડવાનો કાર્યક્રમ થકી બેનરો ફાડી નંખાતા બંન્નેવ પક્ષના કાર્યકરો આમને સામને આવતા ખેંચતાણ સાથે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું.

સમગ્ર ધટના અંગે કોંગી આગેવાન નીખીલ શાહે જણાવ્યું કે, બે દિવસ પહેલા જૂના ભરૂચની સમસ્યાઓ છે તે સંદર્ભે ભાજપા કે કોંગ્રેસનો જે પણ ઉમેદવાર આવે તે કામ નહીં કરે તો એનો વિરોધ થશે અને તેને જુતાનો હાર પહેરાવાશે આ બેનરને કારણે ભાજપાના વોર્ડ નં. ૧૧ના સ્થાનિક કોર્પોરેટર અને તેમના કાર્યકરોએ કામ નથી થયું અને બેનરો લાગતા પ્રજામાં હાઉ ઉભો કરવા બેનર ફાડ્યું હતું. જેને અમે રોકી જણાંવ્યું કે શા માટે બેનર ફાડો છો. જો તમે કામ કર્યું હોય તો તમે કરેલા કામના બેનરો પણ મારો અમને કોઇ વાંધો નથી. આ બાબતે તેમણે બેનર ફાડી અને હૂમલો કરવાની પણ કોશીષ કરતા ઘર્ષણ સર્જાયું હતું. જે ખરેખર નીંદનીય બાબત છે.અમે પણ જૂના ભરૂચના જ અહેવાસી છીએ અને આગામી દિવસોમાં પણ બેનરો લાગશે અને કામ નહીં કરનાર ભાજપાના કાર્યારોમાં તાકાત હોય તો તેને રોકી બતાવેની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

તો બીજી તરફ સામાજીક કાર્યકર અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ ધવલ કનોજીયા દ્વારા આ ઘર્ષણ મુદ્દે જણાવ્યું હતું કે, જૂના ભરૂચને સંબોધીને સ્થાનિક નિખીલ શાહ નામના છોકરા દ્વારા બેનર મારવામાં આવ્યું હતું.તેને તેનો વ્યક્તીગત વિરોધ છે અને તે કોંગ્રેસનો હોદ્દેદાર છે તેણે પોતાના નામથી નહીં પણ જૂના ભરૂચને સંબોધીને બેનર મારી ખાનગી ચેનલના ઇન્ટરવ્યુ માં ભરૂચ ભાજપમાંથી જેને ટીકીટ મળશે તેને જૂતાનો હાર પહેરાવાશેની જે વાત ઉચ્ચારી એને અમે સખત શબ્દોમાં જૂના ભરૂચના રહીશો વખોળીયે છીયે.આવા લગાવાયેલા બેનરો રાજનીતી થી પ્રેરીત છે.જૂના ભરૂચમાં ભાઇચારો જળવાય રહે તે હેતૂસર અમે આ બેનર ફાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો.લોકતંત્રમાં બધાને પોતાની રજૂઆત કરવાની છુટ છે. પરંતુ જૂના ભરૂચના નામે નહીં પોતાના વ્યક્તીગત કે તેમના પક્ષના નામે વિરોધ કરી શકે છે. સ્થાનિક પ્રશ્નોનું સ્થાનિક તંત્રમાંજ નિરાકરણ આવે તેના માટે તેને રાજકીય ઓપ આપવાની જરૂર નથી.પરંતુ સભ્ય ભાષામાં અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરે તેમ મારૂ માનવું છે.

Next Story