Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જુની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રાથમિક શિક્ષકોના ધરણાં

ભરૂચ : જુની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રાથમિક શિક્ષકોના ધરણાં
X

રાજયની પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહયાં છે. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ શકિતનાથ સર્કલ ખાતે ધરણા યોજયાં હતાં.

રાજયના મહેસુલી અને આરોગ્ય વિભાગ બાદ હવે પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે મોરચો ખોલી નાંખ્યો છે. પડતર માંગણીઓ સંદર્ભમાં તેઓ હવે આંદોલનના માર્ગે જઇ રહયાં છે. શનિવારના રોજ રાજયભરના પ્રાથમિક શિક્ષક સંઘો તરફથી ધરણા સહિતના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ જોડાયાં હતાં. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગાર પંચની વિષમતાઓને દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી તારીખ ૧/૧/૨૦૧૬ ની અસરથી સમગ્ર દેશમાં અમલી બનાવવી, બધા રાજ્યોમાં ફિક્સ પગાર શિક્ષકો પેરા ટીચર્સ શિક્ષક સહાયક વિદ્યા સહાયક ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકો ને ૩૧મી માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી. શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષકો માટેની પરીક્ષા પહેલાં પૂર્વ આયોજન થાય સહિતની માંગણીઓનો સમાવેશ થવા જાય છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ શકિતનાથ સર્કલ ખાતે ધરણા યોજયાં હતાં.

Next Story