Connect Gujarat
Featured

ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”
X

ભરૂચની સિવિલ

હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ

સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી માતાનું ટીબીની બિમારીથી મૃત્યુ થયા બાદ પ્રિન્સીના માથા પરથી પિતા બાદ માતાનું પણ છત્ર છીનવાય ગયું હતું. અનાથ બનેલી પ્રિન્સીના ભરણપોષણ માટે વહીવટીતંત્ર આગળ આવ્યું છે. ભરૂચના કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ પ્રિન્સીને જરૂરી તમામ મદદ કરવા આદેશ કર્યો હતો. જેના પગલે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારીની ટીમે દાંડીયાબજાર ખાતે રહેતાં કાવ્યા ઉર્ફે પ્રિન્સીના મોટા કાકા રવિન્દ્રભાઇ બારીયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. હાલમાં કાવ્યાના પ્રિન્સીના મોટા કાકાએ કાવ્યાના પાલન પોષણની જવાબદારી લીધી હોઇ પ્રિન્સીને રાજય સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ ઝડપભેર સહાય મળે તે દિશામાં કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રિન્સીના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિતની કામગીરી કરવામાં આવી હતી. અને જે અન્વયે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે આધારકાર્ડ માટેની અરજી કોપી કાવ્યા ઉર્ફે પ્રિન્સીના મોટા કાકાને આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોળી, પ્રોબેશન અધિકારી મુનિયા, બાળ સુરક્ષા અધિકારી ભવાનભાઇ મકવાણા ઉપસ્થિત રહયા હતા.

Next Story