Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ભારે વરસાદે શહેરના રસ્તા ધોવાયા પડ્યા મોટા ખાડા !!!

ભરૂચમાં ભારે વરસાદે શહેરના રસ્તા ધોવાયા પડ્યા મોટા ખાડા !!!
X

અનેક વાહનો ફસાયા

ભરૂચમાં અનરાધાર વરસાદે શએરનું જનજીવન ખોરવાવા સાથે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવા સાથે રોડ- રસ્તા ઘોવાતા અનેક વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી છે.

ભરૂચમાં વરસેલા વરસાદે પાલિકા તંત્ર દ્વારા હાથધરાયેલ પ્રિ-મોનસુન કામગિરિની પોલ છતી કરી છે. સમગ્ર શહેર અને સોસાયટીઓમાં પાણીના ભરાવા સાથે ગટરો ઉભરાવાના કિસ્સા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના પગલે બહાર આવ્યા છે.

આજે સવારે ભરૂચના ફાટાતળાવ વિસ્તારના રસ્તા ઉપર મોટા ખાડા પડતા વાહન તો ઠીક ચાલતા જવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે. તો ઘાસમંડાઇ ખાતે રસ્તો ધોવાતા પડેલ મોટા ખાડાની પાલિકા દ્વારા સમયસર યોગ્ય મરામત ના કરાતા તેમાં એક ટેમ્પો ફસાવાનો કિસ્સો સામે આવતા પ્રજામાં રોષ ફેલાવા પામ્યો છે.

Next Story