Connect Gujarat
Featured

ભરૂચ : રાજપારડીના ગોરાટિયા ગામ નજીકથી ચોરીની બાઇક સાથે 3 ઈસમો ઝડપાયા

ભરૂચ : રાજપારડીના ગોરાટિયા ગામ નજીકથી ચોરીની બાઇક સાથે 3 ઈસમો ઝડપાયા
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોરાટીયા અને કડિયા ડુંગર જવાના માર્ગ પર રાજપારડી પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાઈકચાલકને રોકી પુછપરછ કરી હતી. જોકે તેઓ પાસે રહેલી બાઈક ચોરીની હોવાનું જણાતા બાઇક સહિત 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જોકે, બાઇક સાથે ઝડપાયેલા ઇસમો અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના અનિલ વસાવાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યુ હતું કે, પોતે આ બાઈકનો મુખ્ય માલિક છે અને આ બાઇક બીજા ઇસમે તેના પાસેથી વેચાતી લીધી હતી. પરંતુ બાઇકનું નામ તે વ્યક્તિના નામે ટ્રાન્સફર થયું ન હતું, ત્યારે આ બાઇકની એક ચાવી અનિલ વસાવા પાસે હતી. માટે સહ આરોપીઓની મદદ લઇને બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત આરોપીએ વીમો પકવીને બાઇકને ભંગારમાં વેચવા માટે ચોરી કરી હોવાનું પણ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો રાજપારડી પોલીસે બાઈક સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

Next Story