Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ જિલ્લા પોલીસવડાએ કરી તલવારબાજી, લોકો જોતા જ રહ્યા

ભરૂચઃ જિલ્લા પોલીસવડાએ કરી તલવારબાજી, લોકો જોતા જ રહ્યા
X

રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત વિજયા દશમીના કાર્યક્રમમાં તલવાર બાજી કરી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત વિજયા દશમીના કાર્યક્રમમાં તલવાર બાજી કરી સૌને અચંબિત કરી દિધા હતા.

આજે વિજયા દશમીના ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તલવારબાજી માટે જાણીતા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે તેમણે તલવાર કરતબ બતાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તો સ્થળ ઉપર હાજર તમામે તેમને વધાવી લીધા હતા.

Next Story