Connect Gujarat
Featured

ભરૂચ: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનાના લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો

ભરૂચ: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનાના લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો
X

ભરૂચમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ નું આયોજન ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદાઓ હેઠળ વધુ ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓનો સામવેશ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. જેમાં રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલ તમામ દિવ્યાંગો,વિધવા પેન્શન મેળવતી બહેનો, વૃદ્ધ પેન્શન મેળવતા વૃધ્ધો, શ્રમિક બોર્ડમા નોંધાયેલ શ્રમિકો, આવક મર્યાદા મા આવતા વાહન ચાલકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના દ્વારા અને રાષ્ટ્રીય સુરક્ષા અન્ન સુરક્ષા સલામતી કાયદા હેઠળ ૧૦, લાખ જેટલા પરિવારો ને આવરી લેવામાં આવ્યા છે.

જે માટેનો વિશેષ કાર્યક્રમનું વિવિધ સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતા માં યોજાયો હતો. ધારાસભ્યએ સરકારની આ નવતર યોજના લાચાર વૃદ્ધો ,તેમજ ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ભરુચ જિલ્લા ભાજપ નાં આગેવાનો, પુરવઠા વિભાગ નાં અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story