Connect Gujarat
Featured

ભરૂચ : રતન તળાવ નજીક નમાઝ અદા કરવા ભેગા થયેલા આઠ લોકો સામે ફરિયાદ

ભરૂચ : રતન તળાવ નજીક નમાઝ અદા કરવા ભેગા થયેલા આઠ લોકો સામે ફરિયાદ
X

ભરૂચના રતન તળાવ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા એકત્ર થયેલા આઠ મુસ્લિમ બિરાદરો સામે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કલમ -114 ની સાથે એપેડેમિક ડીસીસ એકટ લાગુ કરવામાં આવ્યો છે. પાંચ કરતાં વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં આવેલી મસ્જિદ ખાતે પાંચ કરતાં વધારે લોકો જુમ્માની નમાઝ અદા કરવા માટે એકત્ર થયાં હતાં. આ બાબતની માહિતી મળતાં એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસેે જાહેરનામાના ભંગ બદલ આઠ મુસ્લિમ બિરાદરો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story