Connect Gujarat
ગુજરાત

ભરૂચ: “ભરૂચ રત્ન એવોર્ડ-2020” બાબતે યોજાઇ પત્રકાર પરિષદ, હોલીવુડ એક્ટ્રેસ ‘મેરી લુઈસ’ શો ની વધારશે શોભા

ભરૂચ: “ભરૂચ રત્ન એવોર્ડ-2020” બાબતે યોજાઇ પત્રકાર પરિષદ, હોલીવુડ એક્ટ્રેસ ‘મેરી લુઈસ’ શો ની વધારશે શોભા
X

ભરૂચ ખાતે આવતીકાલે ભરૂચ રત્ન એવોર્ડ-2020ના સમારોહનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીએનએસ ન્યૂજ એજન્સી દ્વારા ભરૂચ જિલ્લાના ગૌરવવંતા નાગરિકોને જિલ્લાનું વિશેષ સન્માન આપવામાં આવશે. ભરૂચમાં સૌ પ્રથમવાર આ એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને “ભરુચ રત્ન” નામ આપવામાં આવ્યું છે.

કાર્યક્રમને લઈને આજે દહેજ રોડ પર આવેલ સ્ટરલિંગ કોમ્પ્લેક્ષ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા નાગરિકોને આ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. જિલ્લાના કુલ ૨૪ સન્માનિય નાગરિકોનું સન્માન થશે. જેમાં સૌથી નાની વયની પુત્રી ખુશી ચુડાસમાથી લઈને 80 વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધીનો સમાવેશ થાય છે.

ભરૂચના પત્રકાર વસીમ મલેક દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકાથી વિશેષ અતિથિ તરીકે હોલિવૂડ અદાકાર મેરી લુઈસ પણ વિશેસ ઉપસ્થિત રેહશે. જેમને મિસ્ટર વર્લ્ડ અસ્ફાક બેંડવાલાનો ઍવોર્ડ સુપ્રત કરવામાં આવશે. આ સમારોહમાં રમત ગમત, સામાજિક, ઔદ્યોગિક, રાજનીતિક, શૈક્ષણિક, ફિલ્મ અને કલાજગત, આરોગ્ય, પત્રકારત્વ અને દેશસેવા સહિતના વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા મહાનુભાવોને મેડલ અને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે.

Next Story