Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સરકાર સામે મેદાને પડવા NCP અને BTP વચ્ચે રંધાઇ “ખીચડી”, જુઓ શું છે ઘટના

ભરૂચ: સરકાર સામે મેદાને પડવા NCP અને BTP વચ્ચે રંધાઇ “ખીચડી”, જુઓ શું છે ઘટના
X

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને એનસીપીના

અગ્રણી શંકરસિંહ વાઘેલાએ અચાનક ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની મુલાકાત લેતાં

રાજકીય માહોલ ગરમાયો છે.

રાજયમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણી બાદ

ભરૂચ જિલ્લામાં છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ભાજપ વચ્ચે વિવાદ ચાલી

રહયો છે. બંને પાર્ટીના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણમાં આવતાં રહે છે. ભાજપ અને

બીટીપી વચ્ચે ઉભી થયેલી સંઘર્ષની સ્થિતિ વચ્ચે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી

શંકરસિંહ વાઘેલા રવિવારે માલજીપુરા ગામમાં પહોંચ્યાં હતાં. જયાં તેમણે છોટુભાઇ

વસાવા સાથે મુલાકાત કરી હતી. આગામી દિવસોમાં આદિવાસી સમાજના અધિકાર માટે ઉમરગામથી

અંબાજી સુધી યાત્રા યોજાઇ રહી છે ત્યારે બંને નેતાઓની મુલાકાતને સુચક માનવામાં આવી

રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં રાજયસભાની ચાર બેઠકો માટે પણ ચુંટણી યોજાઇ રહી

છે. બંને નેતાઓની મુલાકાત બાદ રાજકીય નવાજુનીના એંધાણ વર્તાઇ રહયાં છે.જો કે

શંકરસિંહ વાઘેલાએ તેઓ માત્ર છોટુભાઇના ખબર અંતર પુુછવા આવ્યા હોવાનો રાગ આલાપ્યો

હતો. મુલાકાત

સમયે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત

તેમજ કનકસિંહ માંગરોલા, રજની વસાવા, કિશોર વસાવા સહિતના અગ્રણીઓ હાજર રહયાં

હતાં.

Next Story
Share it