Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મકતમપુર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ બાબતે મહિલાઓની રજુઆત

ભરૂચ : મકતમપુર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ બાબતે મહિલાઓની રજુઆત
X

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં દેશી દારુના અડ્ડા બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિક મહિલાઓએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી હતી.

બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસની કડક કાર્યવાહીના પગલે વિદેશી દારૂ બંધ થતાં દેશી દારુની માંગ વધી છે. ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં જોગાબાપાના મંદિર પાસે ચાલતા દેશી દારૂના અડ્ડાને બંધ કરાવવાની માંગ સાથે મહિલાઓ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. મહિલાઓએ રજુઆત કરી હતી કે, દેશી દારૂના અડ્ડા પર મોટી સંખ્યામાં નશેબાજો આવે છે અને તેના કારણે વાતાવરણ ડહોળાય રહયું છે. નશેબાજોના કારણે મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ગભરાય રહી છે. પોલીસ વહેલી તકે દારૂનો અડ્ડો બંધ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે.

Next Story