Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજની GFL કંપનીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, યુનિટ હેડના હસ્તે તિરંગો ફરકાવાયો

ભરૂચ : દહેજની GFL કંપનીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, યુનિટ હેડના હસ્તે તિરંગો ફરકાવાયો
X

દહેજ સ્થિત ગુજરાત ફલોરો કેમિકલ લીમીટેડ (GFL) કંપનીમાં દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના યુનિટ હેડ સનક કુમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કંપનીના કર્મચારીઓ માટે પ્રયાસ અને કવોલીટી સર્કલના શીર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. કંપનીના એચ.આર. વિભાગના હેડ ડૉ. સુનિલ ભટ્ટના હસ્તે સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. કંપનીમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલાં કર્મચારીઓને લોંગ સર્વિસ એવોર્ડ અંતર્ગત સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યાં હતાં. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 100થી વધારે કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં.

Next Story