Connect Gujarat
Featured

ભરૂચ : શહેરના વોર્ડ નંબર 11ના રહીશોનું રસ્તાની માંગ સાથે આંદોલન

ભરૂચ : શહેરના વોર્ડ નંબર 11ના રહીશોનું રસ્તાની માંગ સાથે આંદોલન
X

ભરૂચ નગરપાલિકાની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે લોકો માળખાકીય સુવિધાઓના મુદ્દે લોકો નગરસેવકોને ઘેરી રહયાં છે. ભરૂચના વોર્ડ નંબર 11ના રહીશોએ માળખાકીય સુવિધાઓ તથા રસ્તાની માંગ સાથે દેખાવો કર્યા હતાં. નગરપાલિકાની ચુંટણી આવતાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચુંટણી બહિષ્કારના બેનર્સ પણ લાગી રહયાં છે.

વોર્ડ નંબર 11માં વર્ષોથી ભાજપની પેનલ ચુંટાઇ આવે છે અને આ વિસ્તારના નગરસેવકને હમણાં ભાજપના જિલ્લા પ્રમુખ પણ બનાવવામાં આવ્યાં છે. જિલ્લા ભાજપ પ્રમુખના વોર્ડમાં જ માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ લોકો કરી રહયાં છે. સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરી આવી રોડ નહીં તો વોટ નહીં ના નારા સાથે લોકોએ વિસ્તાર ગજવી મુકયો હતો. વિરોધ પ્રદર્શન પાંચબત્તી વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story