Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ચાલુ રીક્ષાએ સ્ટંટ કરતા રીક્ષા ચાલકની પોલીસે કરી અટકાયત

ભરૂચઃ ચાલુ રીક્ષાએ સ્ટંટ કરતા રીક્ષા ચાલકની પોલીસે કરી અટકાયત
X

ચાલુ રીક્ષાએ સ્ટંટ કરતા રીક્ષા ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ભરૂચ શહેર અને જિલ્લામાં થોડા સમયથી એક રિક્ષા નંબર જીજે-16, વાય- 6283નાં ચાલકનો ચાલુ રિક્ષાએ સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચતાં તેની ખરાઈ કરવામાં આવી હતી. જેની પોલીસે તપાસ કરતાં આ રીક્ષા ચાલક સબરી મુબારક ઈસ્માઈલ હોવાનું અને મદિના પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેની આજરોજ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ શહેર ટ્રાફિક પોલીસનાં પી.એસ.આઇ વિપુલ ગારગિયાએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી એક રીક્ષા ચાલકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેની તપાસ કરતાં આ વીડિયો ભરૂચનો જ હોવાનું જણાતા રીક્ષા ચાલકની ઓળખ કરી તેની આજરોજ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે.

Next Story