Connect Gujarat
ગુજરાત

ચૂંટણી આવતા નર્મદા નદી ના નામે વોટ માંગવાની પ્રથા ફરી શરૂ

ચૂંટણી આવતા નર્મદા નદી ના નામે વોટ માંગવાની પ્રથા ફરી શરૂ
X

છેલ્લા કેટલાય સમય થી નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે, દોઢ કિલોમીટર પોહળી નદી આજે 300 મીટર પર સીમિત થઈ ગઈ છે ત્યારે સવાલ ઊભા થયા છે કે આના જવાબદાર કોણ..? જવાબ છે ભરુચ ની નબળી રાજનીતિ...જી...હા ...છેલ્લા કેટલાય સમય થી નર્મદા નદી રાજકીય અખાળો બની ગઈ છે અને હાલ લોકસભા ચૂટણી નો માહોલ છે અને જનતા નર્મદા ના પાણી માટે વલખાં મારી રહી છે ત્યારે નેતાઓ ના નિષ્ફળ પ્રયાસો ને બાદ કરીએ તો નર્મદા માટે કોઈપણ નેતાઓ એ એમનો દમ ખમ લગાવ્યો નથી જેનાથી આજે નર્મદા નદી મરણ પથારીએ છે અને હાલ ચાલી રહેલ લોકસભા ચૂટણીમાં નેતાઓ ને આ સળગતો પ્રશ્ન દેખાતા તમામ નેતાઓ નર્મદા ને જીવંત કરવાની સોગંદ ખાઈ રહ્યા છે,સોશ્યલ મીડિયા થી લઈ ને ચૂટણી ઢંઢેરા સુધી આજે જેઓ નર્મદા નદી ના નામે વોટ માંગી રહ્યા છે શું.. તેઓ ખરેખર નર્મદા માટે ઝુંબેશ ચલાવશે ..? કે પછી આ પણ માત્ર ચૂટણી લક્ષી મુદ્દો બની રહશે ..?હાલ કેટલાક નેતાઓ એ રોડ રસ્તા પર નર્મદા ને બે કાંઠે વેહતી કરવાના પોસ્ટર માર્યા છે તો કેટલાક નેતાઓ ફેશબૂક પર નર્મદા ને જીવંત રાખવાની સોગંદ ખાઈ રહ્યા છે.

કોંગ્રેસ ના ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થકો એ ફેસબૂક પર નર્મદા નદી ને બે કાંઠે વહેશે એવા વચન આપ્યા હતા, તો BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા એ કેટલાક રોડ પર જીત વ્યક્ત કરતા નર્મદા નદીનું ઉદ્ધાર કરવાની વાત કરી હતી નીચલી કક્ષાથી લઈ ને રાસ્ટ્રીય કક્ષા ના નેતાઓ થી નર્મદા નદી સુરક્ષિત નથી થઈ શકી તો શું આ સાંસદ ના ઉમેદવારો નર્મદા ને જીવંત કરશે.. આ સવાલ ભરુચ ની જનતા આજે આ નેતાઓને પુછી રહી છે.

Next Story