Connect Gujarat
Featured

ભરૂચ : વાગરા નજીક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને લીધી અડફેટે, 4 લોકોને પહોચી ગંભીર ઇજા

ભરૂચ : વાગરા નજીક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને લીધી અડફેટે, 4 લોકોને પહોચી ગંભીર ઇજા
X

ભરૂચ જિલ્લાના વાગરાથી આમોદને જોડતા માર્ગ પર વાગરાથી 2 કિ.મિના અંતરે કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોચતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના દોરા ગામેથી રીક્ષાચાલક પોતાના પરિવાર સાથે વાગરા તાલુકાના લીમડી ગામે કોઈ પ્રસંગમાં હાજરી આપવા અર્થે જઈ રહ્યા હતા, ત્યારે કેનાલ રોડ માર્ગ ઓળંગતા સમયે કોઈ અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

જેમાં રિક્ષામાં સવાર 4 લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રિક્ષાને ભારે નુકશાન થવા પામ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુન્હો વધુ તપાસ હાથ ધરી છે.

Next Story