Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડિયાના બંધ મકાનમાંથી રૂ. 8 લાખથી વધુના મત્તાની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ : ઝઘડિયાના બંધ મકાનમાંથી રૂ. 8 લાખથી વધુના મત્તાની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની મહિલા

વકીલ ભાવનાબેનના બંધ ઘરમાંથી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થવા પામી હતી. લુટારુઓ ઘરના આગળના મુખ્ય દરવાજે લગાવેલ બે

તાળા તોડી ઘરમાં પ્રવેશી પૂજાઘરની તિજોરી તોડી તેમાંથી સોનાના ઘરેણાં, ત્રણ લગડી મળી વીસ તોલા જેટલું સોનુ અને રોકડની ચોરી કરી હતી. લુટારુઓએ કુલ ૮,૧૧,૦૦૦ ની મત્તાની ચોરીને અંજામ આપ્યું હતું.

આ ઘટના બાદ ફરિયાદી

મહિલા વકીલ ભાવનાબેને ચોરીની ઘટનામાં શકમંદોના નામ ઝઘડિયા પોલીસને આપ્યા છે.

ઝઘડિયા

તાલુકાના રાણીપુરા ગામે રહેતા મનીષભાઈ કાંતિભાઈ પટેલ ખેતી કરે છે. અને મનીષભાઈના પત્ની ભાવનાબેન વકીલાતનો

વ્યવસાય કરે છે અને તેમના

પુત્રો સાથે રહે છે. મનીષભાઈ અઠવાડિયામાં એક બે દિવસ ભરૂચ રહેવા જાય છે. ગતરોજ

મનીષભાઈ તેમનું ખેતીનું કામ પતાવી અંકલેશ્વર કામના સંદર્ભે ભરૂચ ગયા હતા. આજે સવારે તેઓ રાબેતા

મુજબ ભરૂચથી રાણીપુરા તેમના ઘરે પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજાને મારેલ તાળું ન હતું અને

દરવાજાનું લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈ ઘરમાં

ચોરી થયાનું અનુમાન આવી ગયું હતું. ચોરીની ઘટના થયા બાદ મનીષભાઈના પત્ની ભાવનાબેન પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં

ફરિયાદ નોંધાવી હતી અને

રાણીપુરા ગામના ચાર જેટલા શકમંદોના નામ પોલીસને જણાવ્યા હતા. ઝઘડિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી

ડોગ સ્ક્વોડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી.

Next Story