Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડીયાની એસ. કુમાર કંપની બહાર કામદારોનું ધરણાં પ્રદર્શન, પગાર નહી ચૂકવાતા નોંધાવ્યો વિરોધ

ભરૂચ : ઝઘડીયાની એસ. કુમાર  કંપની બહાર કામદારોનું ધરણાં પ્રદર્શન, પગાર નહી ચૂકવાતા નોંધાવ્યો વિરોધ
X

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ અને કામદારો વચ્ચે લોકડાઉનના સમયગાળા દરમ્યાન પગાર બાબતે થતો વિવાદ વધુ વકરતો જાય છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ એસ. કુમાર કંપનીના અંદાજિત ૩૦૦થી વધુ કામદારોને એપ્રિલ માસનો પગાર નહી ચૂકવવામાં આવતા કામદારો હડતાળ ઉપર ઉતાર્યા છે. કોરોના વાયરસની અસર વચ્ચે લોકડાઉનમાં કામદારોને કંપની ખાતે જવા માટે વાહનોની સુવિધા નહીં હોવાથી કેટલાક કામદારો એપ્રિલ માસ દરમ્યાન કામ પર જઈ શક્યા નથી. જેથી કંપનીએ કામદારોને પગાર ચૂકવવાની ચોખ્ખા શબ્દોમાં મનાઈ ફરમાવી છે. જેથી કામદારો કંપનીના ગેટ સામે ધરણા પ્રદર્શન કર્યું હતું.

ભારત સરકારે કંપનીઓમાં કામ કરતાં કોઈ પણ શ્રમિકોનો પગાર ન કાપવાનો આદેશ કર્યો હોવા છતાં પણ ઝઘડીયાની એસ. કુમાર કંપની દ્વારા કામદારોને એપ્રિલ માસનો પગાર નહી ચૂકવવાનું જણાવ્યું છે. જેથી કામદારોએ કંપની બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ઝઘડીયા મામલતદારને વોટ્સ એપના માધ્યામથી આવેદન પત્ર મોકલી તમામ કામદારોને વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story