Connect Gujarat
Featured

ભરૂચ : સહજાનંદ એપાર્ટમેન્ટમાં વોલ્ટેજ વધી જતાં વીજ ઉપકરણો ફુંકાયાં

ભરૂચ : સહજાનંદ એપાર્ટમેન્ટમાં વોલ્ટેજ વધી જતાં વીજ ઉપકરણો ફુંકાયાં
X

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલાં સહજાનંદ એન્કલેવમાં હાઇ વોલ્ટેજ થઇ જતાં અનેક રહીશોના વીજઉપકરણો ફુંકાય ગયાં હતાં.

ચોમાસાની શરૂઆત થતાંની સાથે વીજકંપનીના છબરડા શરૂ થઇ ગયાં છે. ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલાં સહજાનંદ એન્કલેવમાં સોમવારે બપોરના સમયે અચાનક વોલ્ટેજ વધી જતાં લોકોના ઘરોમાં રહેલાં વીજ ઉપકરણોમાં ધડાકા થવા લાગ્યાં હતાં. અચાનક બનેલી ઘટનાને પગલે લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યાં હતાં.

હાઇ વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો ફુંકાય જવાથી લોકોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. સહજાનંદ એન્કલેવમાં રહેતાં 64 જેટલા પરિવારોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી તેઓ વીજ વોલ્ટેજની સમસ્યાનો સામનો કરી રહયાં છે. સ્થાનિક રહીશોએ બિલ્ડરની પણ બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Next Story