ભરૂચ : શકકરપોર ગામ પાસે બ્રિજની કામગીરી વેળા ક્રેઇનના ચાલકે ગુમાવ્યું સંતુલન, જુઓ પછી શું થયું

0
116

અંકલેશ્વર તાલુકાના શકકરપોર ગામ પાસે એકસપ્રેસ હાઇવેના બ્રિજની કામગીરી દરમિયાન લોખંડની પ્લેટ વાગવાના કારણે કામદારનું મોત થયું છે. વિશાળકાય ક્રેઇનના ડ્રાયવરે સંતુલન ગુમાવી દેતાં અકસ્માતનો આ બનાવ બન્યો હોવાની વિગતો બહાર આવી છે.

વડોદરા અને મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલાં એકસપ્રેસ હાઇવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. થોડા દિવસો પહેલાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગણી સાથે કામગીરી અટકાવવતાં વિવાદ થયો હતો. આ વિવાદનો કોઇ ઉકેલ આવે તે પહેલાં એકસપ્રેસ હાઇવેની કામગીરી ફરી એક વખત વિવાદના વમળમાં આવી છે. અંકલેશ્વર તાલુકાના શકકરપોર ગામ નજીક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહયું છે.

બ્રિજ પર મોટી પ્લેટને ચઢાવવા માટે વિશાળ ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. પ્લેટ બ્રિજ પર ચઢાવતી વેળા અચાનક ક્રેઇન અસંતુલિત બની હતી. ક્રેઇન સાથે રહેલી પ્લેટ એક કામદારને વાગી જતાં તેનું મોત નીપજયું હતું. ઘટના બાદ ત્યાં કામ કરી રહેલાં અન્ય કામદારોમાં પણ ભય ફેલાય ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર જવા રવાના થઇ ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here