Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને પગારના વલખા

ભરૂચ : નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને પગારના વલખા
X

ડિ.જી.નાકરાણી અને એમ.જે.સોલંકીના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ચાલતું રાજ્યવ્યાપી કૌભાંડ. ઈએસાઈસીની પગારમાંથી કપાત કરવામાં આવે છે પુરાવા કે તેનો લાભ અપાતો નથી.નત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના વોર્ડબોય, સ્ટાફ, નર્સ, ડ્રેસર, ડ્રાઈવર, આયા, સ્વીપર અને પટાવાળા વગેરે વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું છેલ્લા પાંચ વર્ષથી આર્થિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે .ડી.જી.નાકરાણી અને એમ.જે.સોલંકી નામની કોન્ટ્રાક્ટ કંપનીના આઉટસોર્સિંગ પધ્ધતિથી નિમેલા આ કર્મચારીઓને 19 થી 15 હજાર સુધીનો કાયદેસર પગાર સરકારી ધોરણે બીલ બનાવી આ બન્ને કંપની કર્મચારીઓને માત્ર 7 થી 8 હજાર જેટલો અડધો જ પગાર ચૂકવે છે. જે રાજપીપળા એચડીએફસી બેંકમાં જમા કરાવાય છે.અન્ય લાભો જેવા કે બોનસ, પગારસ્લીપ આરોગ્યની જાળવણી માટે પગારમાંથી કપાત કરાય છે પરંતુ ક્યારેય આજદિન સુધીમાં કોઈપણ બીમારી કે તબીબી સારવાર માટે એક રૂપિયો મળ્યો નથી. જેથી આવા કપરા સમયમાં પણ આ કોન્ટ્રાક્ટ કંપનીઓએ કર્મચારીઓનું માત્ર શોષણ કરી રહી છે તેવી રાવ કર્મચારીઓએ કરી છે.

ગાંધીનગરથી પીએચસી અને સીએચસીના આઉટસોર્સિંગ પધ્ધતિ હેઠળ કર્મચારીઓ નિમવા માટે સરકારે ડી.જી.નાકરાણી અને એમ.જે.સોલંકી આ બે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે .આ એજન્સીઓએ સરકારી મજૂર વેતનધારા અને કાયદાઓની ઐસી કી તૈસી કરી નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના સેજલ વસાવા સ્ટાફ નર્સનું પગાર બીલ 19307 રૂ.નું બને છે જ્યારે ચૂકવાય છે માત્ર 8000 રૂ. નિલેશ વસાવાનું 17201 ની સામે 7500 જમા થાય છે આવી જ રીતે સુનિલ ટંડેલનું 16808 નું પગારબીલ જ્યારે તેને પગાર 8000 રૂ એટલે કે અડધો જ મળે છે.

એજન્સીએ બીલ રજૂ કરતી વખતે સરકાર તરફથી મંજુર થયેલ રકમ કપાત રકમ ચૂકવવાની થતી નિયત રકમ સહી બ્રેકઅપ સાથે બીલ રજુ કરવાના હોય છે. નિમણૂક આદેશ ઈશ્યૂ કરતી વખતે મળવાપાત્ર પગારની વિગતો હુકમ આપવાનો હોય છે. દર માસે પે સ્લીપ ફરજિયાત એજન્સી તરફથી પૂરી પાડવાની હોય છે. કર્મચારીઓને ગણવેશ પૂરો પાડવાનો હોય છે તેમ છતાં આ કર્મચારીઓને પગાર અડધો આપવામાં આવે છે .બોનસ આપવામાં આવતું નથી .પગાર સ્લીપ આપવામાં આવતી નથી. ઈએસઆઈસી કપાત કરવામાં આવે છે પરંતુ એની કોઈ સ્લીપ કે પુરાવા આપવામાં આવતા નથી. આઇકાર્ડ ડ્રેસ આપવામાં આવેલ નથી આશરે પાંચ વર્ષનો સમય થયો પાંચ વર્ષમાં ખૂબ આર્થિક શોષણ કરી પગાર દર મહિને આપવામાં આવતો નથી તેવી આ કર્મચારીઓએ ફરિયાદ કરેલી છે. તમામના પીએફ અને ઈએસઆઈસી તેમના ખાતામાં જમા થાય છે .પગાર સ્લીપ તબીબી અધિક્ષકના મેઈલથી જાય છે. એસ પર રૂલ ટેન્ડરની કન્ડિશન છે એ મુજબથી સેલરી થાય છે. સરકારની લઘુતમ વેતનની કાયદા મુજબની શરત છે એ મુજબ એમના ખાતામાં જમા થાય છે. પંદર હજારનો ભાવ ડી. જી .નાકરાણી અને સરકારે નક્કી કરેલો ભાવ છે. તેમાં 18% જીએસટી 2% ઇન્કમટેક્સ કપાઇ તમામ વેરા સહિતનો ભાવ હોય છે.

Next Story