ભરૂચના જંબુસરનો બનાવ

સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા

પડતર મંગણીઓ બાબતે કામદારોની હડતાળ

તહેવારોમાં ગંદકી વધવાની ભીતિ

એડવાન્સ બોનસ સહિતની માંગ

ભરૂચની જંબુસર નગર સેવા સદનના સફાઈ કામદારો વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી જતા તહેવારોના સમયમાં નગરમાં ગંદકીના ઢગ જોવા મળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ભરૂચની જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘના કર્મચારીઓ દ્વારા માંગણીઓ પૂર્ણ કરવાની માગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તહેવારોના સમયે સફાઈ કામદારો હડતાળ પર ઉતરતાં જંબુસર નગરની સફાઈ વ્યવસ્થા ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર, તેમની વિવિધ માંગણીઓ લાંબા સમયથી પૂર્ણ કરવામાં આવતી ન હોવાથી હડતાળનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે.

કામદારો દ્વારા એડવાન્સ બોનસ, સાતમા પગાર પંચનો લાભ, સફાઈ માટે જરૂરી સેફ્ટીનાં સાધનો સહિતની વિવિધ માંગણીઓ પૂર્ણ કરવાની માગ કરવામાં આવી છે.આ ઉપરાંત, સફાઈ કામદારો દ્વારા જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કામદારોની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.