ભરૂચ : સાંસદ અહમદ પટેલના નિધનથી લોકો શોકમગ્ન, વેપારીઓએ દુકાનો રાખી બંધ

0

અંકલેશ્વરના પિરામણ ગામના વતની અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનું નિધન થતાં ભરૂચ તથા અંકલેશ્વરના વેપારીઓએ તેમની દુકાનો બંધ રાખી સ્વ. સાંસદ અહમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

રાજયસભાના સાંસદ અહમદ પટેલે માત્ર ભરૂચ જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં નામના મેળવી હતી. છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહેલાં સાંસદ અહમદ પટેલે બુધવારની સવારે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમના આકસ્મિક નિધનથી દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. ગુરૂવારના રોજ સવારે તેમના વતન પીરામણ ગામમાં સાંસદ સ્વ. અહમદ પટેલની દફનવિધિ કરવામાં આવી હતી. ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલના શોકમાં ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓએ સ્વયંભુ રીતે તેમની દુકાનો બંધ રાખી હતી. ભરુચ એપીએમસી ખાતે તમામ દુકાનો બંધ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here