Connect Gujarat
Featured

ભરૂચ : સરદારબ્રિજની નીચેના ભાગમાં કથિત ગેરકાયદે ખનન, ખાણ- ખનીજ વિભાગના દરોડા

ભરૂચ : સરદારબ્રિજની નીચેના ભાગમાં કથિત ગેરકાયદે ખનન, ખાણ- ખનીજ વિભાગના દરોડા
X

ભરૂચમાં નર્મદા નદીના કિનારે સરદારબ્રિજની નીચેના ભાગમાં કથિત ગેરકાયદેરીતે માટીનું ખોદકામ થતું હોવાની વિગતો સપાટી પર આવી છે. ખાણ અને ખનીજ વિભાગને તપાસ દરમિયાન માટીની ઓવરલોડ ટ્રક ઝડપી પાડયાં બાદ માટીના ખોદકામના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરીનું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં નવા પ્રોજેકટ આવી રહયાં છે ત્યારે માટી સહિતની ખનીજોની માંગમાં વધારો થયો છે. ખાણ અને ખનીજ વિભાગ તરફથી માટી તથા રેતીના ખનન માટે લીઝ આપવામાં આવી છે પણ લીઝધારકો તેમને આપવામાં આવેલી મંજુરી કરતાં વધારે ખોદકામ કરી રહયાં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. સોમવારના રોજ ખાણ અને ખનીજ વિભાગની ટીમ તપાસમાં નીકળી હતી તે દરમિયાન ઓવરલોડ માટી ભરીને પસાર થતી ટ્રકને અટકાવી હતી.

ટ્રકમાંથી સરદારબ્રિજની નીચેથી માટી ભરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી અને ત્યાં જઇને તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લીઝ ધારકને આપવામાં આવેલી મંજુરી કરતાં વધારે ખોદકામ કરાયું હોવાનું જણાયું છે પણ આ બાબતે ભરૂચના ખાણ અને ખનીજ વિભાગના અધિકારી રાજપરાએ જણાવ્યું હતું કે, હાલનો જમીનની માપણી કરાવવામાં આવી રહી છે. મંજુરી કરતાં વધારે ખોદકામ કરવામાં આવ્યું હશે તો લીઝધારક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ભરૂચ સરદાર બ્રિજ નીચે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ ના દરોડા માટી કૌભાંડ ની આશંકાએ ખાણ ખનીજ વિભાગના દરોડા સ્થળ પર પહોંચલ ટીમે રોયલ્ટી વગર દોડતી ટ્રક ની તપાસ આરંભી પરમીટ ના નકશાના આધારે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથધરી ખાણ ખનીજ વિભાગ ની કાર્યવાહી થી ખનન માફિયાઓમાં ફફડાટ.

Next Story