ઠંડીએ પગપેસારો કરાતાં હવે તસ્કરો રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપી રહ્યા છે

ભરૂચ નંદેલાવ સર્કલ નજીક આવેલી SBI બેંકનું ATM તોડવાનો તસ્કરોએ રાત્રિનાં સમયે પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરોનો આ પ્રયાસ નિષ્ફળ રહેતાં વિલા મોઢે પરત ફર્યા હતા.

શિયાળાની શરૂઆત થતાંતની સાથે જ રાત્રિનાં સમયે મીઠી નિંદર માણતા લોકોને તેમજ સુરક્ષા કર્મીઓની ઉંઘ ઉડાવવા માટે તસ્કરો હવે રાત્રિનાં સમયે પોતાનો કારસો પાર પાડી રહ્યા છે. ભરૂચનાં નંદેલાવ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કનાં બ્રિજ વ્યુ કોમ્પલેક્ષમાં આવેલા ATMને ગત રાત્રિનાં સમયે તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરો એટીએમને તોડવામાં નિષ્ફળ રહેતાં ખાલી હાથે પર ફર્યા હતા. સવારનાં સમયે આ અંગે બેન્ક સત્તાધિશોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY