ભરૂચ : શાળા- કોલેજોમાં બે સપ્તાહનું ‘કોરોના’ વેકેશન, 30મીથી શિક્ષણકાર્ય રાબેતા મુજબ

0
108

ભરૂચ જિલ્લાની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 15 દિવસ સુધી શિક્ષણ કાર્ય સ્થગિત કરી દેવાયું છે. શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે જયારે શિક્ષણ અને વહીવટી સ્ટાફ શાળામાં હાજરી આપી રહયો છે.

ભરૂચ જિલ્લાની સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવતાં સોમવારના રોજથી શાળાઓ સુમસાન બની ગઇ હતી. શાળામાં માત્ર શિક્ષકો અને વહીવટી સ્ટાફની હાજરી જોવા મળી હતી. શાળાઓ ઉપરાંત ટયુશન કલાસીસ સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવા સુચના આપવામાં આવી છે.

શાળાઓ શિક્ષણકાર્ય બંધ હોવાથી શિક્ષકોએ પણ નવતર અભિગમ અપનાવ્યો છે. નોટીસ બોર્ડ પર તેઓ ચિત્રો બનાવી રહયાં છે. આ ચિત્રોની મદદથી કોરોના વાયરસ અંગે વાલીઓ તેમજ છાત્રોમાં રહેલા ડરને દુર કરી શકાય. મોટાભાગની શાળાઓમાં 30મી માર્ચથી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થશે તેવી સુચના આપતા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here