Connect Gujarat
Featured

ભરૂચ : JCI દ્વારા મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજ ખાતે “સેલ્ફ ડિફેન્સ વર્કશોપ” યોજાયો

ભરૂચ : JCI દ્વારા મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજ ખાતે “સેલ્ફ ડિફેન્સ વર્કશોપ” યોજાયો
X

ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અને જેસીરેટ વિંગ ઓફ જેસીઆઈ (JCI) દ્વારા મહિલા સપ્તાહની ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આવેલ વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજ ખાતે વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના યુગમાં મહિલા અને યુવતીઓનું રક્ષણ, યુવતીઓનું જાતીય શોષણ, મહિલા અત્યાચાર વિરુદ્ધ મહિલા અને યુવતીઓમાં પોતાનું રક્ષણ કરવાની શક્તિ કેળવાય તે હેતુસર JCI ભરૂચ દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપમાં તાઈકવાન્ડોમાં 5th ડેન બ્લેક બેલ્ટ ખેલાડી શિહાન અને દિલીપ પટેલે વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજની વિદ્યાર્થિનીઓને સ્વબચાવ કરવા અંગે પ્રશિક્ષણ આપ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને કરાટેના વિવિધ દાવપેચ શીખવાડવામાં આવ્યા હતા.

સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચારને જોતા આપણાં સમાજ અને દેશની પણ જવાબદારી છે કે, દરેક વ્યક્તિ મહિલાઓનું સન્માન કરે અને અન્ય લોકોને પણ તેઓના હક-કાયદા વિશે માહિતગાર કરે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જેસીરેટ અધ્યક્ષ ચંદ્રિકા પટેલ, ઉર્વી શાહ, જાનકી પટેલ અને કૈલાસ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાદીપ કૉમ્યુનિટી કોલેજની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી. આ અવસરે સચિવ પલ્લવી ઠક્કરે કાર્યક્રમની સફળતાના ભાગરૂપે હાજર સૌકોઈનો આભાર માન્યો હતો.

Next Story