ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

0

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

લોકડાઉનમાં બંધ થયેલાં ધંધા અને રોજગારને ધમધમતા કરવા માટે રાજય સરકારે રાત્રિના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપી છે. લોકડાઉનમાં છુટછાટ મળતાંની સાથે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 300 ને પાર કરી ચુકી છે. જિલ્લામાંથી રોજના સરેરાશ 15 જેટલા પોઝીટીવ કેસ નોંધાય રહયાં છે.

ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર શહેરમાંથી હવે પોઝીટીવ કેસ વધી રહયાં છે. લોકો પોતાના ઘરોમાં રહે અને સલામત રહે તે માટે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ અનોખી પહેલ કરી છે. વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી જ તેમણે અમલ શરુ કરી દેતાં બજારોમાં બપોર બાદ સ્વયંભુ કરફયુનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here