Connect Gujarat

ભરૂચ : લોક ડાઉનના કડક અમલ માટે પોલીસનું સઘન ચેકીંગ, દુકાનો પર જામી ભીડ

ભરૂચ : લોક ડાઉનના કડક અમલ માટે પોલીસનું સઘન ચેકીંગ, દુકાનો પર જામી ભીડ
X

ભરૂચમાં સોમવારે બપોરે લોક ડાઉનની જાહેરાત બાદ શહેર તથા જિલ્લામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. મંગળવારે સવારે કરિયાણુ તેમજ શાકભાજી અને દુધની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

વડોદરા અને સુરતમાંથી કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યાં બાદ ભરૂચમાં પણ સોમવારે બપોરના સમયે લોક ડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. લોક ડાઉન જાહેર થતાંની સાથે બજારો બંધ કરાવી દેવાયા હતાં તેમજ ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મંગળવારે સવારથી જ ભરૂચમાં કરફયુમય માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગો પર વાહનો અને રાહદારીઓની જુજ હાજરી વર્તાઇ હતી. શકિતનાથ, પાંચબત્તી, ભોલાવ ફલાય ઓવર સહિતના તમામ પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાય હતી. દરેક વાહનચાલકની પુછપરછ બાદ જવા દેવામાં આવતાં હતાં.

કેટલાક યુવાનો માત્ર ટહેલવા નીકળ્યા હોવાનું ધ્યાને આવતાં પોલીસે તેમને ઉઠક બેઠક કરાવી હતી. બીજી તરફ 31મી માર્ચ સુધી લોક ડાઉન હોવાથી સવારથી શાકભાજી અને કરિયાણાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. વહીવટીતંત્રએ લોકોને ઘરોની બહાર નહિ નીકળવા અપીલ કરી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં કલમ- 144 અમલમાં હોવાથી પાંચ કરતાં વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવી છે.

Next Story
Share it